આનંદ મંગલ કરું આરતી હરી ગુરુ સંત ની સેવા, |
આનંદ મંગલ….. ||
પ્રેમ ધરી ગુરુ મંદિર પધારો… (૨) સુંદિર સુખડા લેવા, |
આનંદ મંગલ….. ||
મોર મુગુટ શિર છત્ર બિરાજે… (૨) મંગલ મુર્તિ જેવા, |
આનંદ મંગલ….. ||
મારે આંગણ તુલસીનો ક્યારો… (૨) શ|લિંગ રામની સેવા, |
આનંદ મંગલ….. ||
અડસઠ તીરથ ગુરુને ચરણે… (૨) ગંગા, યમુના, રેવા, |
આનંદ મંગલ….. ||
છપ્પન ભોગ આજે ધરી લાવું… (૨) વીસ વીસ જાતના મેવા, |
આનંદ મંગલ….. ||
શિવ સંતો જે કોઈ સમરે… (૨) નારદ મુનિ જેવા, |
આનંદ મંગલ….. ||
કહે રે પ્રિતમ તમે ઓળખો એંધાણી… (૨) હરિજન હોય હરી જેવા, |
આનંદ મંગલ….. ||

Vankarvas Village:- Kansa, Tehsil:- Visnagar, District:- Mehsana, Gujarat-384315
+(91) - 81412 65761
