કાંસા ગામે આવેલા આ મંદિરમાં સોલંકી ભાઈઓ વસ્તીની માલિકીના સામાજીક તથા ધાર્મીક પ્રસંગોમાં જમણવાર બનાવવાના કિંમતી વાસણો રાખતા હતા. એક દિવસે રાતે ચોર મંદિરમાં કિંમતી વાસણોની ચોરી કરવા પ્રવેશેલા પરંતું શ્રી બાવાજીના ચમત્કારને કારણે આ ચોર લોકોને મંદિરમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી શકેલ નહિ. સવારે તેઓ મહોલ્લાના માણસોની રૂબરૂમાં શ્રી બાવાજીની સમાધિને નમી પડ્યા. ત્યારે જ મંદિરમાંથી બહાર નીકળી શકયા હતાં. આ પ્રસંગ પછી આજ દિવસ સુધી શ્રી બાવાજીના મંદિરમાં ખરાબ દાનત સાથે પ્રવેશવાની હિંમત કોઈ કરી શકતા નથી.